મોરવાડા પંથકમાં સમી સાંજે કમોસમી વરસાદી ઝાપટું,

છેલ્લા કેટલાક સમયથી વેસ્ટર્ન ડિસ્ટર્બનસને કારણે વાતાવરણમાં આવેલા ફેરફારને લીધે ચોથી વખત કમોસમી વરસાદ થયો છે,સુઇગામ તાલુકાના મોરવાડા પંથકમાં શુક્રવારે દિવસભર ગરમી બાદ સાંજના સમયે હવામાન વિભાગની આગાહી મુજબ આકાશ વાદળછાયું બનતાં સમી સાંજે 6 વાગ્યે અચાનક વરસાદી ઝાપટું પડ્યું હતું,તાલુકા કચેરીએથી પ્રાપ્ત માહિતી મુજબ બોરું,દુદોસણ, ડાભી, ધરેચાણા,મોરવાડા, ગરાબડી,કટાવ,વાઘપુરા,સોનેથ,નવાપુરા સહિતના ગામોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે,વારંવાર થતા કમોસમી વરસાદથી શિયાળુ પાકો ઝીરું,ઇસબગુલ,વરિયાળી,ચણા, રાયડો તેમજ શાકભાજીના પાકોમાં રોગચાળો આવવાની ભીતિને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *