સંવેદના દિન નિમિતે સુઇગામ ના બેણપ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો…

  • સુઇગામ તાલુકા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાયો સેવાસેતુ કાર્યક્રમ…..
  • યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ

સરહદી સુઇગામ તાલુકા ના બેણપ ગામે પ્રજાલક્ષી વિવિધ અરજીઓ નો નિકાલ ઘર આંગણે થયી જાય તેં સારુ સુઇગામ વહીવટી તંત્ર દ્રારા તા-૦૨/૦૮/૨૦૨૧ બેણપ ગામે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ..
આજના આ સેવાસેતુ કાર્યક્રમ માં રેશનકાર્ડ,આધારકાર્ડ,હેલ્થકાર્ડ, મા કાડે ઇધરા ને લગતી અરજીઓ,જાતી આવક ના દાખલા ની અરજીઓ,વિધવા સહાય, વૃદ્ધ પેન્શન,જમીન ને લગતી અરજીઓ નો ઘર આંગણે નિકાલ કરવા માટે સુઇગામ તાલુકા વહીવટી દ્રારા અને ટી.ડી.ઓ..ભાટીયા સાહેબ તાલુકા પ્રમુખ મેવાભાઈ કલાલ ની અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,આજના આ સેવા સેતુ કાર્યક્રમ માં તમામા કુલ 42 ગામો નો સમાવેશ કરવામાં આવયો હતો,અને આ તમામ ગામો માંથી મળેલ અરજીઓ નો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવયો હતો,આ સેવા સેતુ કાર્યક્રમ માં સુઇગામ મામલતદાર શ્રી પ્રવીણદાન ગઢવી , સુઇગામ ટી.ડી.ઓ ભાટીયા,પ્રાંત કલેક્ટર નવલદાન ગઢવી ,બેણપ ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી શ્રી વિજયભાઈ ગરો,તથા તમામ તલાટી કમ મંત્રીઓ,સુઇગામ તાલુકાવહીવટી કર્મચારીઓ,સરપંચશ્રીઓ,આગવાનો પ્રમુખ શ્રી.વાવ ધારાસભ્ય ગેનીબેન ,તેમજ સમાવેશ તમામ ગામોના અરજદારો હાજર રહયા હતા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *