યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :સુઈગામ
બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે સુઈગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર ગેરહાજર હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના અધિકારીઓ ની બેદરકારી વિશે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ને પુછતાં તમામ પ્રશ્નો અંગે ગંભીરતા દાખવી હતી અને તાલુકા હેલ્થ ઓફિસર વિશે ઘટતુ કરવાની મિડીયા સમક્ષ ખાત્રી આપી હતી .જે અંગેનો અહેવાલ યૈ હૈ ન્યુઝ ઇન્ડિયા ‘માં પ્રસારિત થતાં જ સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.કે.પી.દેલવાડીયા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ની સામુહિક આરોગ્ય કેન્દ્ર સુઈગામ ની રૂબરૂ મુલાકાત દરમિયાન ગેરહાજર હોવાથી તેમની તાત્કાલિક અસરથી બદલી કરી અને હાલમાં ફરજ બજાવતા ડો.પી.આર.મોદી,આરોગ્ય અધિકારી પ્રાથમિક આરોગ્ય અધિકારી, અસારા ડો.પી.આર.મોદીને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સુઈગામ તાલુકા આરોગ્ય અધિકારી તરીકે નો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે