- સુઈગામ તાલુકા ના યુવાનો ઓક્સીજન વ્યવસ્થા કરવા લોકો ફાળો એકઠો કર્યો
- લોક હિત માં સમગ્ર સુઈગામ તાલુકા ના લોકો એ ફાળો એકઠો કર્યો
- સુઈગામ તાલુકા ના યુવાનો દ્વારા સમાજને ઉગારવા આવુ ભગીરથ કાર્ય હાથ ધર્યુ
- યુવાનો વડીલો અધિકારી ઓ દાતા બની લાખો રૂપિયાનો ફાળો એકત્ર કર્યો
- લોક ફાળો ઓનલાઈન અને ઓફલાઈન ના માધ્યમ થી એકત્ર થયો
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
બનાસકાંઠા નુ સરહદી વિસ્તાર નુ સુઇગામ પંથકમાં યુવક મંડળોએ કોરોના દર્દીઓ માટે લાખોનો ફાળો ઉઘરાવ્યો છે જેમાં સુઇગામ સરહદી પંથકમાં કોરોનાએ હાહકાર મચાવતાં અનેક લોકો કોરોનામાં સપડાતાં સારવાર અર્થે દોડધામ મચવા પામી હતી . કોરોનામાં સપડાયેલા દર્દીઓને ઓક્સિજનની ભારે અછત સર્જાતાં લોકો મોતને ભેટતા હોવાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામી હતી જેમાં પ્રાથમિક જરૂરિયાત ઓક્સિજનના અભાવે કે સારવારના અભાવે દર્દીઓના મોત થતા હોય છે જેમાં સુઈગામ ના યુવાનો દ્વારા સમગ્ર સુઇગામ તાલુકા પંથક માં યુવાનો દ્વારા કુલ નહીં તો ફૂલની પાંખડી ફાળો એકત્ર કરી ઓક્સિજનની બોટલોની વ્યવસ્થા કરવાની કામગીરી શરૂ કરતાં સુઇગામ તાલુકાના યુવાનો વડીલો અધિકારી ઓ દાતા બની લાખો રૂપિયાનો ફાળો એકત્ર કર્યો તેમજ ગામડાઓમાં રહેતા શિક્ષિત લોકોએ પણ ગામમાંથી ફાળો એકત્ર કર્યો.તો ધંધા રોજગાર ચલાવતા દાતાઓએ પણ ફાળો આપી સહભાગી બન્યા.આમ કપરા સમયમાં સમાજ એક થઈ કોરોનાનો ભોગ બનતા અને મોતને ભેટતા સેકડો લોકોનો જીવ બચાવ્યો તેમજ સુઇગામ દ્વારા હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ તેમજ સાથે રહેલ સગાવ્હાલાઓને જમવાની અને રહેવાની સગવડ કરી ધન્ય છે સમાજના યુવાનને કે આવા કપરા સમયે એક બની સમાજને ઉગારવા આવુ ભગીરથ કાર્ય હાથ ધર્યુ છે જેથી અમારી યે હૈ ન્યુઝ ઈન્ડિયા મીડિયા ગ્રુપ આવા લોકો ના હોશલાને ને સલામ કરે છે .