યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
બનાસકાંઠા ના વાવ તા-૨૩/૦૩/૨૦૨૧ માર્કેટયાર્ડ ની બેઠક યોજાઈ હતી .ત્યારબાદ બોર્ડ ઓફ ડીરેક્ટર ના સર્વાનુમતે વાવ માર્કેટયાર્ડ ના ચેરમેન તરીકે રૂપશીભાઈ પટેલ ની બિનહરીફ વરણી કરવામાં આવી છે .જે પ્રસંગે માર્કેટ યાર્ડ ના ડીરેક્ટરો એ વિશ્વાસ રાખી ફરી એકવાર વરણી કરવામાં આવી છે અને ચેરમેન રૂપશીભાઈ સવજીભાઈ પટેલ માર્કેટ યાર્ડ ના વિકાસ માં અગ્રેસર રહેવાની બાંયધરી આપી હતી .જે પ્રસંગે ગુમાનસિંહ ચૌહાણ (બનાસકાંઠા જીલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ),રામસેગભાઈ રાજપૂત (જીલ્લા યુવા મોરચા મહામંત્રી ),ભગવાનભાઈ વ્યાસ (ડીરેક્ટર),રાયમલભાઈ ચોંધરી(ડીરેક્ટર),માવજીભાઈ પટેલ ,નાગજીભાઈ પટેલ (વાવ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ) ધનજીભાઈ ગોહિલ ,ઈશ્વરભાઈ પટેલ (વાવ તા.પં.ઉપપ્રમુખ),નટવરભાઈ ગોહિલ ,માનસેંગ ભાઈ રાજપૂત (વાવ માર્કેટ યાર્ડ વેપારી એસોસિયેશન પ્રમુખ) સહીત ના આગેવાનો હાજર રહી બિનહરીફ વરણી કરવામાં આવી …