Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

હવે જાણીએ આ બજેટને કારણે શું મોંઘું થયું અને શું સસ્તું…

નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલાક ઓટોપાર્ટ્સ પર 7.5% આયાત ડ્યૂટી વધારીને 15% કરી દીધી છે, જે વાહનોને મોંઘાં બનાવશે. સોલર ઇન્વર્ટર મોંઘું થશે, કારણ કે આના પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં 15% વધારો કરાયો છે. મોબાઇલ, ફોન ચાર્જર અને હેડફોન પર આયાત ડ્યૂટીમાં 2.5%નો વધારો કરવામાં આવ્યો છે, જેથી આ વસ્તુઓ મોંઘી થશે. ઈમ્પોર્ટેડ કારો મોંઘી મળશે. કારણ કે ઓટોના સામાન (કમ્પોનેન્ટ) પર કસ્ટમ ડ્યૂટી વધારીને 15% કરી દેવાઈ છે. એટલે કે તમે ઈમ્પોર્ટેડ કાર ખરીદશો તો તમારે 15% વધારે કિંમત આપવી પડશે.

શું મોંઘું થશે

  1. મોબાઈલ
  2. મોબાઈલના પાર્ટ્સ
  3. ઓટોસ્પાર્ટ્સ
  4. ઈમ્પોર્ટેડ કાર
  5. પેટ્રોલ-ડીઝલ
  6. ઈલેક્ટ્રોનિક્સ સામાન
  7. કોટનનાં કપડાં
  8. લેધરનાં જૂતાં
  9. સોલર ઈન્વર્ટર
  10. કાબુલી ચણા
  11. યુરિયા અને ડીએપી ખાતર
  12. દારૂ

સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીમાં 7.5% ઘટાડો કરવામાં આવ્યો છે. આ કારણે જ્વેલરી સસ્તી થશે. સ્ટીલ ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં 7.5% ઘટાડો કરવામાં આવ્યો છે. તાંબા પર આયાત ડ્યૂટીમાં 2.5% ઘટાડો થયો છે. પસંદ કરેલા ચામડાને કસ્ટમ ડ્યૂટીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ કારણે ચામડાની બનાવટ પણ સસ્તી થશે.

શું સસ્તું થશે

  • સોનું-ચાંદી
  • લોખંડ
  • ચામડાની વસ્તુઓ
  • ડ્રાય ક્લિનિંગ
  • સ્ટીલનાં વાસણો
  • ઈન્શ્યોરન્સ
  • વીજળી
  • પોલિસ્ટર
  • તાંબાનાં વાસણો
  • કૃષિનાં સાધનો

મોબાઇલ સાથે જોડાયેલા ડિવાઇસીસ પર આયાત ડ્યૂટીમાં 2.5%નો વધારો

મોબાઈલ, ચાર્જર્સ, હેડફોન વધુ મોંઘાં થશે, કારણ કે સરકારે વિદેશથી આવતા મોબાઇલ અને સંબંધિત ઉપકરણો પરની આયાત ડ્યૂટીમાં 2.5%નો વધારો કર્યો છે. છેલ્લાં 4 વર્ષમાં સરકારે આ ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં સરેરાશ 10% જેટલો વધારો કર્યો છે. આને કારણે દેશમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન લગભગ ત્રણ ગણું વધી ગયું છે, પરંતુ આ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. વર્ષ 2016-17 સુધીમાં દેશમાં રૂ. 18,900 કરોડના મોબાઇલ ફોન બનાવવામાં આવ્યા હતા. 2019-20માં દેશમાં 1.7 લાખ કરોડ રૂપિયાના ફોન બનવા લાગ્યા

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: