મહિના ઓ પછી વાવ માધ્યમિક શાળા ઓ શરૂ, પ્રથમ દિવસે 40 % હાજરી .

બનાસકાંઠા જિલ્લામાં નવ મહિના બાદ સોમવારે ખુલેલી બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી શાળાઓ આગળ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓની સંખ્યા જોવા મળી. અનેક ચહેરાઓ પ્રફુલ્લિત હતા પ્રસન્ન હતા. માસ્ક પહેરેલો હોવા છતાં આંખોમાં ચમક હતા .

ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં વહેલી સવારે ટેમ્પરેચર ગનથી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જે બાદ તેમને સેનેટાઈઝ કરી ઓરડામાં પ્રવેશ અપાયો હતો. જ્યારે વાવ મહેતા એન .એસ  વિનય મંદિર   હાઈસ્કૂલમાં તમામ છાત્રાઓને કોરોના ની ગાઈડ લાઈન મુજબ બેસાડી કોરોના અંગે અવગત કરાવી સમજ આપવામાં આવી હતી જે બાદ શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું.

વાવ માં વિવિધ માધ્યમિક શાળા ઓ ખુલ્લી મુકવામાં આવી જેવી કે

  • મહેતા નાગરભાઈ શામજીભાઈ મહેતા વિનય મંદિર -વાવ 
  • ગાયત્રી વિદ્યાલય 
  • સરસ્વતી વિદ્યાલય 
  • વગેરે માધ્યમિક શાળા ઓ ખુલ્લી મુકવામાં આવી હતી 

જેમાં વિવિધ પ્રકાર ની વ્યવસ્થા કરવામાં આવી જેવી કે 

વિદ્યાર્થીઓને રૂમમાં ઝેડ આકારમાં બેસાડવામાં આવ્યા હતા તેમાં સ્કૂલની એક પાટલી પર એક વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હતો પ્રથમ પાટલી પર જમણી સાઈડ વિદ્યાર્થી તો બીજી પાટલી પર ડાબી સાઈડ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા હતા

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *