- ડીસાની ભણસાલી ટ્રસ્ટ સંચાલિત ગાંધી લિંકન હોસ્પિટલને કોવિડ 19 માંથી 11 તારીખે કરાશે મુક્ત
- કોરોના ના કેસ માં ઘટાડો થતાં આરોગ્ય વિભાગ દ્વારા આ પગલું લેવાયું
ડીસાની ભણસાલી ટ્રસ્ટ સંચાલિત ગાંધી લિંકન હોસ્પિટલમાં નજીવા દરે ગરીબ દર્દીઓને મેડિકલની સારવાર પૂરી પાડવામાં આવતી હતી જોકે કોરોના ની વૈશ્વિક મહામારી ના પગલે આરોગ્ય વિભાગ દ્વારા આ ગાંધી લિંકન હોસ્પિટલ ને કોવિડ 19 હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી અને કોરોનાની મહામારી દરમિયાનઆ હોસ્પિટલમાં હજારો દર્દીઓને સારવાર આપવામાં આવી હતી ત્યારે હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના ના કેસ માં ઘટાડો થતાં આગામી ૧૧ જાન્યુઆરીથી આ હોસ્પિટલને કોવિડ 19 માંથી મુક્ત કરવામાં આવશે જેથી સામાન્ય અને ગરીબ પરિવારના દર્દીઓને ફરીથી આ હૉસ્પિટલમાં સારી મેડિકલ સારવાર મળી રહેશે