બનાસકાંઠા દિયોદર ના ચીભડા ગામે બજરંગ યુવા ગ્રુપ દ્વારા આયુર્વેદિક લાડુ નું વિતરણ ગ્રામીણ વિસ્તારમાં યુવાનો પણ લંપી વાયરસ થી પીડાતી ગાયો ને બચાવવા ખડે પગે સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લા મા લંપી એ કહેર વર્તાવ્યો છે જેમાં અસંખ્ય ગાયો ના મોત લંપી ને કારણે થયા છે જેમાં લંપી વાયરસ નિયંત્રણમાં લેવા પશુ ડોક્ટર ટિમ પણ તડામાર મહેનત કરી રહી છે તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગાયોને બચાવવા પણ આગળ આવી છે જેમાં દિયોદર તાલુકા ના ચીભડા ગામે બજરંગ યુવા ગ્રુપ દ્વારા ગાયો માટે આયુર્વેદિક લાડુ બનાવી રોડ પર કે ગામ મા રખડતી ગાયો ને ખવડાવવામાં આવી રહ્યા છે જેમાં ગ્રામીણ વિસ્તારમાં પણ યુવા નો ગાયો ને બચાવવા ખડે પગે રહી આગળ આવ્યા છે જયારે ચિભડા ગામે બજરંગ યુવા ગ્રુપ ના સભ્યો એ લાડુ બનાવી ને ગાયો ને ખવડાવવા માં આવ્યા હતા જેમાં બજરંગ યુવા ગ્રુપ ના સભ્યો એ ફાળો એકત્રિત કરી એક સેવાનું કાર્ય કર્યું હતું