અંબાજી માં પાઉડર ભરેલા ટ્રેલરનો રોડ પર ચાલતા પશુઓ સાથે અકસ્માત સર્જાયો,1 વ્યક્તિની સાથે 8થી વધુ પશુઓનું કમકમાટીભર્યુ મોત

બનાસકાંઠા ના અંબાજીમાં પાઉડર ભરેલા ટ્રેલરનો રોડ પર ચાલતા પશુઓ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરે પશુઓને અડફેટે લેતાં 1 વ્યક્તિની સાથે 8થી વધુ પશુઓનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. અંબાજી નજીક આવેલા શીતળા માતા ઘાટી નીચે આબુરોડ જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો.અંબાજીથી પાઉડર ભરીને રાજસ્થાન-આબુરોડ તરફ જતા ટ્રેલરનો અંબાજીના શીતળા માતા ઘાટી નીચે રખડતા પશુઓ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલર દ્વારા રોડ પર ચાલતા પશુઓને અડફેટે લેવામાં આવતાં મોટી દુર્ઘટના ઘટી હતી.અંબાજી તરફથી આવતા ટ્રેલર દ્વારા પશુઓને ટક્કર મારતાં 8થી વધુ પશુઓના મોત થયા છે. તો આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે.ટ્રેલર ચાલક અને એમના સાથીને ઇજાઓ થતાં તેમને અંબાજીના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અંબાજી-આબુરોડ રોડ પર અકસ્માત સર્જાતાં ટ્રેલર 20 ફૂટ ઉંડા ખાડામાં ખાબક્યું હતું. અકસ્માતની જાણ થતાં 108 અને અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રેલર દ્વારા અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા રાહત કામ કરવામાં આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *