સ્વતંત્રતા દિવસના અવસરે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને રાજ્ય પોલીસના 1,082 પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને વીરતા સહિત સેવા મેડલની વિવિધ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવ્યા છે.રવિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે વીરતા માટે 347 પોલીસ મેડલ, વિશિષ્ટ સેવા માટે 87 રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 648 પોલીસ મેડલ મેરીટોરીયસ સર્વિસ માટે એનાયત કરવામાં આવ્યા હતા.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે શૌર્ય માટેના 347 ચંદ્રકોમાંથી, 204 જવાનોને જમ્મુ અને કાશ્મીરમાં બહાદુરી માટે, 80 પોલીસકર્મીઓને ડાબેરી ઉગ્રવાદ અથવા નક્સલ હિંસાથી પ્રભાવિત સ્થળોએ વીરતા માટે અને ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં વીરતા માટે 14 પોલીસકર્મીઓને એનાયત કરવામાં આવ્યા હતા. પરિચય આપી સન્માનિત કર્યાઆ વખતે સૌથી વધુ 109 વીરતા મેડલ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના નામે છે. આ પછી જમ્મુ અને કાશ્મીર પોલીસને 108, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ને 19 અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) અને સશસ્ત્ર સીમા બલ (SSB) ને છ-છ મેડલ મળ્યા. રાજ્યના પોલીસ દળોમાંથી મહારાષ્ટ્રને 42 વીરતા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા
સ્વતંત્રતા દિવસ: 1082 પોલીસકર્મીઓને મેડલ મળ્યા, તેમની શ્રેષ્ઠ સેવા માટે સન્માનિત કરવામાં આવ્યા
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
