અમદાવાદ શહેરમાં BRTS બસો અકસ્માતો કરવા માટે કુખ્યાત છે. આજે શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં હતાં, જેને પગલે બે લોકોને ઈજા પહોંચી છે. આ બે ઈજાગ્રસ્તમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ-વ્હીલરચાલક આડે આવ્યો હતો, BRTS નું સ્ટીયરિંગ લોક થતાં અન્ડરબ્રિજમાં ઘૂસી જતાં બસનાં બે ભાગ જેને પગલે તેને બચાવવા જતાં આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.
સ્ટીયરિંગ લોક થવાથી અન્ડરબ્રિજમાં અથડાઈ
BRTS બસ ઓવર સ્પીડ અને સ્ટીયરિંગ લોક થવાને કારણે ડિવાઈડર પર ચઢી અન્ડરપાસના પિલ્લર સાથે અથડાઈ હતી, જેને પગલે બસના વચ્ચેથી અડધે સુધી ફાડિયાં થઈ ગયાં હતાં. આ અકસ્માતની થોડી ક્ષણો પહેલાં જ તમામ પેસેન્જર પ્રગતિનગર પાસે ઊતરી જતાં અકસ્માતમાં મોટી ખુવારી થતાં સહેજમાં બચી ગઈ હતી. આ બનાવ એટલો તો ગંભીર હતો કે બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી, જેને કારણે માત્ર બસની અંદરનો ભાગ કાટમાળ બની ગયો છે. ઈજાગ્રસ્ત બનેલા ડ્રાઈવર રમેશ મકવાણા પ્રગતિનગર પાસે પેસેન્જરને ઉતારીને બસને RTO ડેપો પાસે લઇ જતા હતા. એ સમયે અન્ડરપાસમાં બસ ઉતારતાંની સાથે જ બસનું સ્ટીયરિંગ લોક થવાને કારણે બસ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ અને અકસ્માત થયો.
આ દુર્ધટના ની જાણ પોલીસ અને ૧૦૮ પડતા ધટના સ્થળે તાત્કાલિક પહોચી ગયા હતા .ત્યારબાદ ઈજાગ્રસ્ત માણસો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને પોલીશ પ્રાથમિક માહિતી અનુસાર ડ્રાયવર અને સુપરવાઈઝર બે જ લોકો હતા …