ડીસા રૂરલ પોસ્ટે વિસ્તારના ટેટોડા દર્શન હોટલ ઉપર પીકપ ડાલામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોબાઇલ ૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડ રકમ ૫૦૦૦/- એમ કુલ કિ.રૂા.૨૫,૦૦૦/- ચોરીનો મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ડીસા રૂરલ પોલીસ શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક, બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા તથા શ્રી ડૉ. કુશલ આર ઓઝા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓએ ચોરીના બનતા ગુનાઓ અટકાવવા તેમજ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ કડક સુચના કરતા શ્રી એમ.જે.ચૌધરી પો.ઇન્સ. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ ડીસા રૂરલ પો.સ્ટે પાર્ટ એ. ગુના રજી નં-૫૮૮/૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯, મુજબનાં કામના ફરીયાદીએ તા.૦૭/૦૮/૨૦૨૨ ના રાત્રીના કલાક ૨૨/૨૦ વાગ્યાન સુમારે પોતાની પીકપ ગાડીની બાજુમાં ઉભેલ એક નંબર વગરની સફેદ સ્વીફટ ગાડીના ચાલકે મોબાઇલ નંગ-૧ કિ.રૂપિયા ૨૦,૦૦૦/- નો તથા રોકડ રૂપિયા ૫૦૦૦/- એમ કુલ કિ.રૂપિયા ૨૫૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલનો ગુનો તા.૧૦/૦૮/૨૦૨૨ ના રોજ દાખલ થયેલ હોય સદરહુ ચોરીનો બનાવ તા:૦૭/૦૮/૨૦૨૨ ના રાત્રી દરમ્યાન બનવા પામેલ હોય જે બનાવ સબંધેમા અરજી આધારે ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ઝેરડા ત્રણ રસ્તા નજીક પકડાતા પકડાયેલ આરોપીએ ગુન્હો કર્યો હોવાની કબુલાત કરતા તેના વિરુધ માં ડીસા રુરુલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેશર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી
