વાવ ના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રક્ષાબંધન ની ઉજવણી ભારત પાક બોર્ડર પર કરી

બનાસકાંઠા સહીત ગુજરાત ના અનેક જીલ્લા તેમજ તાલુકા માં ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર અને પ્રેમાળ સંબંધનો પ્રતીક છે રક્ષાબંધન (Rakshabandhan 2022)તહેવાર છે . જ્યારે સમગ્ર દેશમાં ભાઈ બહેનો આ તહેવારની ઉજવણી કરતા હોય ત્યારે પણ દેશની રક્ષા હેતુ જવાનો પોતાની બહેન અને પરિવારથી દૂર સરહદ પર ફરજ બજાવતા હોય છે. આ જવાનોને પરિવાર સાથે હોવાની લાગણી વ્યક્ત થાય તે હેતુથી આજરોજ સુઈગામ નજીક ભારત પાક બોર્ડેર નડાબેટ ખાતે વાવ ના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરહદના જવાનોને અમે રાખડી બાંધી છે. તેમજ મોં મીઠું કરાવીને તેમના રક્ષણની પ્રાર્થના કરી હતી.

ગેનીબેન ઠાકોર સાથે ટેલીફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે દેશ ના જવાનો ખડેપગે દેશની સરહદ ની રક્ષા કરે છે અને ખાસ તો રક્ષાબંધનના પવિત્ર પર્વે તેઓ પરિવાર સાથે છે એવો ભાવ જાગે તે માટે આ પર્વ આનંદભેર મનાવીએ છીએ. દેશની રક્ષા કરનારની ભગવાન રક્ષા કરે એવી પ્રાર્થના અમે આ તકે કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *