વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પાલનપુર માં આદિવાસી સમાજે પોતાના ટ્રેડિશનલ પહેરવેશ સાથે ભવ્ય શોભાયાત્રા યોજી હતી .એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાન’ના નારા સાથે નિકળેલી વિશ્વ આદિવાસી યાત્રાએ આકષૅણ જણાવ્યું.. યુનાઇટેડ નેસન્સ દ્વારા નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે મંગળવારે પાલનપુર શહેરના ભીલસમાજ વાડી ખાતે થી આદિવાસી સમાજ ની ભવ્ય શોભાયાત્રા પોતાના ટ્રેડિશનલ પહેરવેશ સાથે નીકળતાં શહેરીજનો માં આદિવાસી યાત્રા આકષૅણ નું કેન્દ્ર બની હતી વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ની ઉજવણી નાં ઉપલક્ષ્યમાં આયોજિત કરવામાં આવેલ આ યાત્રા માં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજ ના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી સમગ્ર ભારત વર્ષમાં નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જે અનુસંધાને પાલનપુર શહેરમાંઅને અજુ બાજુ ગામડામાં વસતા સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના સૂત્ર સાથે શહેરના ભીલ સમાજ નિ વાડી ખાતે થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પાલનપુર માં આદિવાસી સમાજે પોતાના ટ્રેડિશનલ પહેરવેશ સાથે ભવ્ય શોભાયાત્રા યોજી
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
