ડીસા તાલુકામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે આજે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ડીસા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેને પગલે સદરપુર ગામ પાસે બનાસ નદીમાં પાણી આવ્યું હતું. સદરપુર ગામમાં સતત ધોધમાર વરસાદથી ગામનું પાણી વ્હોળા માં થઈ નદીમાં આવ્યું હતું. જેથી 6 વર્ષ બાદ પ્રથમવાર કોરીકટ બનાસ નદીમાં અચાનક પાણી આવતા જ લીજ ધારકોએ તેમના મશીનો તાત્કાલિક બહાર કાઢવાની ફરજ પડી હતી. તો બીજી તરફ સૂકી ભટ્ટ બનાસ નદીમાં પાણી આવતા આજુબાજુના લોકો હરખાયા હતા. અને હજુ પણ સતત વરસાદ વરસતો રહે અને બનાસ નદી ફરી જીવન થાય તેવું આજુબાજુના ખેડૂતો અને ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.
સદરપુર ગામ પાસે બનાસ નદીમાં નવા નીર આવતા લીજ ધારકો ને બહાર કઢાયા
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
