વર્ષે 2019 ના રોજ દાહોદના ફુડ સેફ્ટી ઓફિસર અને તેમની ટીમ દ્વારા દેવગઢ બારીયા નગર ના ધાનપુર રોડ ખાતે આવેલા આરીફ ભાઈ બાબુ ભાઈ મન્સુરી ની દુકાન માં ઓચિંતી તપાસ હાથ ધરી ને દુકાન માંથી ટમ ટમ આયોડાઈઝડ સોલ્ટ નું 1 કિ.ગ્રામ.નું પેકીંગ નો નમુનો પૃથ્થકરણ કરાવવા માટે ફુડ એનાલીસ્ટ ભુજને પૃથ્થકરણ માટે મોકલાયું હતું જેનો અહેવાલ રિપોર્ટ તારીખ 2 એપ્રિલ 2019ના રોજ આવતાં આ અહેવાલ રિપોર્ટ માં ટમ ટમ આયોડાઈઝડ સોલ્ટ મીસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું નમુના ના લેબલ ઉપર એફએસએસએઆઈ સીમ્બોલ અને એફએસએસએઆઈ લાયસન્સ નંબર ફરજીયાત હોવા છતાં દર્શાવ્યુ નહોતું નિવાસી અધિક કલેક્ટર દ્વારા દેવગઢ બારીઆ નગરના વેપારી પેઢીના માલિક આરીફભાઈ બાબુભાઈ મન્સુરી ને રૂા. 5,000 અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ચામુંડા ઈન્ડસ્ટ્રીઝના ઉત્પાદક પેઢી ના માલિક યોગેશ શિવ ભગવાન પારકી ને રૂા. 15,000 નો એમ કુલ મળી બંન્ને વેપારી ઓ પાસેથી મળી કુલ રૂા.20,000નાં દંડની વસુલાત નો હુકમ કરતાં દાહોદ જિલ્લામાં વેપારી આલમ માં ચકચાર મચી જવા પામ્યો હતો