આનંદ પ્રકાશ યુવક મંડળ વાવ દ્વારા ગુરુપૂર્ણિમા પર્વ ની ઉજવણી કરાઈ 

આજે ૧૩ જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા પર્વ છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમા નું વિશેષ મહત્વ છે આ દિવસે ગુરુ પૂજન કરવામાં આવે છે અને ગુરુ આશીર્વાદ આપે છે ત્યારે આ વખતે સમસ્ત વાવ તાલુકા ના બ્રહ્મ સમાજદ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી વાવ માં બ્રહ્મસમાજ ની બોડિગ માં રાખવામાં આવી હતી અને ગુરુપૂર્ણિમા ના ગતરોજ મંગળવાર ના રાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે   સમાજના તમામ લોકો દ્વારા પૂજય આનંદ પ્રકાશ બાપુનું પૂજન આરતી કરવામાં આવી હતી અને સૌં કોઈ એ ગુરુ આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યાર બાદ બ્રહ્મ સમાજ બોડીંગ થી વાવની ચો ફેર  બજાર માંથીબ્રહ્મ સમાજ  ગુરુ આનંદ પ્રકાશ બાપુ ની ડીજે ના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા માં સમસ્ત બ્રહ્મ સમાજ જોડાયો હતો અને ત્યાર બાદ શોભાયાત્રા પૂર્ણ કરી આવેલ તમામ લોકો એ સાથે પ્રસાદ લીધો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *