વાવ તાલુકા ના કેટલાક ગામડાઓ માં છેલ્લા ચાર મહિના થી પીવાના પાણી માટે અવાર નવાર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે રેગ્યુલર પાણી મળતું નથી જોકે આંતર રાષ્ટ્રીય સીમા ધરાવતા બનાસકાંઠા જિલ્લાનો છેલ્લો વિસ્તાર છે અને વર્ષો થી આ વિસ્તારમાં પીવાના પાણી ના ધાંધિયા જોવા મળી રહ્યા છે પરંતુ વર્ષો વર્ષ કરતા છેલા ચાર મહિના થી વધારે ધાધિય જોવા મળી રહ્યા છે આવી પરિસ્થિતિ ક્યારે પણ આવી નથી જ્યારે વાવ ના ખીમાણાવાસ સરપંચે જણાવ્યું હતું કે છેલા એક મહિનાથી ખીમાણાવાસ ડાભલિયાવાસ અને નવાવાસ વિસ્તાર માં પીવાના પાણી ની મોટી સમસ્યા ઉભી થઇ છે પાણી પુરવઠા અને એજન્સી ના મેનેમેન્ટની ના અભાવે પાણી ની સમસ્યા સર્જાય છે જ્યારે અમારા વિસ્તાર માં બિલકુલ પાણી આવતું નથી પંચાયત ના ખર્ચે એક મહિનાથી લોકો ને પીવાની પાણી પૂરું પડાય રહ્યું છે પીવાના પાણી ની સમસ્યા ને લઈને પાણી પુરવઠા તથા સ્થાનિક ધારાસભ્ય અને લાગતીવળગતી તમામ કચરીઓ ને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છતાં કોઈ નિવેડો આવ્યો નથી જેથી જો દસ દિવસ માં પીવાના પાણી ની સમસ્યા હલ કરવામાં નહિ આવે તો તમામ ગ્રામજનો ને સાથે લઈ વાવ મામલતદાર ની કચેરી એ ન્યાય માટે ભૂખ હડતાળ પર ઊતરસુ એવી ખીમાણાવાસ સરપંચે ચીમકી ઉચ્ચારી હતી.