ડીસા થી વાસણા બસ રૂટ ચાલુ કરાતા ગ્રામજનો માં હર્ષની લાગણી ફેલાઈ

તા-08/૦૭/૨૦૨૨ ના રોજ વાસણા ગામથી ડીસા રૂટ ની નવી એક બસ શરૂ કરતાં સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. વાસણા ગામના સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજર રમેશભાઈ ચૌધરી સાહેબ દ્વારા વર્ષો જૂની બસ સેવા ચાલુ કરવા અવારનવાર લેખીત તથા મોખિક માંગણી કરવામાં આવી હતી.જેને ધ્યાને લઇ આજરોજ વાસણા થી ડીસા નવીન બસ શરૂ થતા વાસણા ગ્રામજનોમાં તથા વિધાર્થીઓમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.આજથી શરૂ થયેલ બસ વાસણા ગામે આવતા સંરપચ કાંતિભાઈ જોષી તથા ભોગીલાલ માળી,મનુભાઈ મહેતા, સેનજીજી ઠાકોર,લાલુભાઇ જોષી, પૂનમાજી ઠાકોર, ફતાભાઈ માળી, અમરતભાઈ જોષી, જયંતિભાઈ પ્રજાપતિ, સુબાજી ઠાકોર તથા સમસ્ત ગ્રામજનો તથા વિધાર્થીઓ ભેગા મળીને ડીસા ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એ.આઈ.શેખ , પ્રવિણભાઇ પૂનડીયા હિમાંશુભાઈ અભુજી ઝાલા   પોપટભાઈ જોષી વિક્રમજી ધૂંખ કંડકટર રાજુભાઈ દેસાઈ ડ્રાયવરનુ. શાલ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  બસ શરૂ થતાં વાસણા ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ સાથે વાસણાની આ ટ્રીપ નિયમિત ચાલુ રહે તેવી ગ્રામજનોની માગણી છે.ત્યારે આજે પ્રથમ દિવસે વાસણા ગામમાં બસ આવતા વિદ્યાર્થીઓએ મુસાફરી કરી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *