Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

ગુજરાતમાં કોરોનાના વધુ 678 કેસ, અમદાવાદમાં જ 261 વધુ કેસ સામે આવ્યા 

ગુજરાતમાં રાજ્યમાં ગઈકાલે કોરોનાના કુલ 678 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં વધુ એક દર્દીનું મોત થયું હતું. અમદાવાદમાં કોરોનાના કોસો વધ્યા હતા અને 261 વધુ કેસ નોંધાયા હતા. હજુ પણ કોરોના કેસો વધવાથી સંક્રમણનો વ્યાપક ખતરો હોવાનું સ્પષ્ટ થવા પામ્યું છે. ગુજરાત રાજ્યમાં વધુ 1,53,910 વક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. કોરોનના કેસમાં રાજ્યમાં કેસ વધે છે અને ઘટે છે તેમ છતાં પણ કેસો નોંધાય રહ્યા છે. અમદાવાદમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું.  એક તરફ તહેવારો માથે છે તેવામાં કોરોના કેસોમાં વધારો થતા તંત્ર દોડતું થઇ ગયું છે. લોકોને તકેદારી રાખવા માટે કહેવામા આવ્યું છે તેમ છતાં પણ લોકો યોગ્ય પાલન કરતા નથી અને માસ્ક કે સેનિટાઇઝરનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 810 દર્દી સજા થયા છે. અત્યાર સુધી કુલ 12,45,890 દર્દીઓએ કોરોનાથી સજા થઇ ગયા છે. રાજ્ય અત્યારે કોરોનાના એક્ટિવ કેસ 5729 કેસો છે. જેમાં 15 દર્દી વેન્ટિલેટર પર છે. કોરોનાથી રાજ્યમાં કુલ આંક 10,981 થયો છે. કોવિંડથી સજા થવાનો દર 98.68 ટકા છે. 

રાજ્યમાં જુદા જુદા શહેરોમાં કોરોનાના કેસો 

કોરોનાના વડોદરામાં 91, સુરતમાં 37, રાજકોટમાં 27, મહેસાણામાં 22, બનાસકાંઠામાં 19, ગાંધીનગરમાં 16, ભરૂચમાં 14, કચ્છમાં 13 અને અમરેલી અને પાટણમાં 12-12 કેસો નોંધાયા હતા. આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લામાં પણ કોરોના કેસો નોંધાવાનું શરૂ છે. કોરોના સામે વધુ 137228 વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં કુલ વેક્સિનના 11.91 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ વધુ ડોઝ આપવામાં આવશે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: