ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સતત 12 કલાક સુધી વરસાદ વરસ્યો હતો. ડીસામાં પણ 11ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મેઘ તાંડવ થી ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે ડીસા તાલુકાના માલગઢ ગામમાં પણ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલી માં મુકાયા હતા. મોંઘવારી ની મારથી પીડાતા ગ્રામીણ વિસ્તારના લોકો ને વધુ એકવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. માલગઢ ના પરબડી વિસ્તાર માં લોકોના ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ઘુસી જતા ઘરવખરીનો સામાન, પશુઓ અને ઘાસચારો સહિત તમામ માલ સમાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે .ત્યારે મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર કરેલા ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માલગઢ ના પરબડી વિસ્તારમાં લોકોને કેટલું નુકસાન થયું છે તે ડ્રોન કેમેરાના વિડીયો અને ફોટા પરથી જાણી શકાય છે. અસરગ્રસ્ત લોકોની માંગ છે કે ભારે વરસાદના કારણે ખેડૂતો અને પશુપાલકોને મોટું નુકસાન થયું છે ત્યારે સરકારે ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ . . .
ડીસા તાલુકા માં ૨૪ કલાક માં ૧૧ ઇંચ વરસાદ ,સર્વત્ર પાણી પાણી ના દ્રશ્યો જોવા મળ્યા
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
