Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા : ઉમરકોટમાં યુવતીને અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી, યુવક સામે ગંભીર આરોપ

બનાસકાંઠા : ઉમરકોટમાં યુવતીને અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી, યુવક સામે ગંભીર આરોપ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં લગ્નથી ઈનકાર કરનાર એક યુવતી સામે યુવકે અશ્લીલ ફોટા વાયરલ કર્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સમગ્ર મામલે યુવતીએ 5 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ પણ આરોપીઓ તરફથી જીવના ભય સાથે ધાકધમકી આપવામાં આવતા યુવતી અને તેની માતા પાલનપુર જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરવા મજબૂર બન્યા હતા.

યુવતીના કહેવા મુજબ આરોપી યુવકે તેમના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી ઘરવખરીને નુકસાન પણ પહોંચાડ્યું હતું. આરોપીઓની ધરપકડ ન થતા, યુવતી અને તેમની માતાએ કલેક્ટર કચેરીના બગીચામાં રાત્રી વિતાવવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

યુવતીના આક્ષેપ મુજબ, પોલીસ દ્વારા તેમની ફરિયાદ પૂરી રીતે લેવામાં આવી નથી અને આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી બહાર છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ખળભળાટ મચાવ્યો છે અને મહિલા સુરક્ષા પર ગંભીર પ્રશ્નચિન્હ ઊભા કર્યા છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
ધાનેરામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં શહેરીજનોએ સરકારી સેવાઓનો લાભ લીધો Breaking
બનાસકાંઠા • 📍 ધાનેરા • Oct 8, 2026

ધાનેરામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં શહેરીજનોએ સરકારી સેવાઓનો લાભ લીધો

સધીમાના મંદિર પાસે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા ધાનેરા: ધાનેરા...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: