યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
વાવ તાલુકા માં કેનાલો તૂટવાનો સીલસીલો યથાવત જોવા મળ્યો છે .જેમાં ઉચપા માઇનોર ૧ ની સબ માઇનોર માં વધારે પડતું પાણી છોડવાથી અને કેનાલ ના સ્ટ્રક્ચર માં કચરાઓ નું સામ્રાજ્ય થતા કેનાલ ભંગાણ સર્જાયું હતું .જેથી પાણી બગાડ થયો હતો અને ખેડૂતો બેહાલ બન્યા હતા .જેમાં ખેડૂતો ના ખેતર માં વાવેલ પાક જેવા કે ધઉ ,જીરું ,રાયડુ ,વગેરે પાકો માં પાણી ફરી વળતા ખેડૂતો માં રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ અમારી મીડિયા ટીમે સ્થળ પર જઈ ખેડૂતો સાથે વાત કરી હતી અને ખેડૂતો એ વાતચીત માં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર અને નિગમ ના અધિકારી ઓ ની મિલી ભગત ના કારણે અમારે હેરાન પરેશાન થવું પડે છે અને વારંવાર આ કેનાલો તૂટે છે અને વારંવાર નિમ્ન કક્ષા ઓ નું કામ કરી ચાલ્યા જાય છે અને આ ૧ વખત નહિ પરંતુ ૪ વખત આ કેનાલો તૂટી છે જેથી ખેડૂતો દ્વારા પાકો પર પાણી ફરી વળતા વળતર અને કેનાલ નું સમારકામ થાય તેવી રોષે ભરાયેલા ખેડૂતો ની ઉગ્ર માંગો હતી