સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે તા -૨૭/૧૦/૨૦૨૧ ના રોજ વાવ મામલદાર ખાતે દિવાળી ને લઇ ને બજાર માં હિંદુ દેવી દેવતાઓ ની ડીઝાઈન વાળા ફટાકડા ની વિરોધ માં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ વાવ દ્વારા આવેદન પાઠવવા માં આવ્યું છે ઉલ્લેખનીય છે કે હિન્દુ સમાજ ના સૌથી પ્રવિત્ર અને ધાર્મીક એવા દીવાળી ના તવારો આવી રહ્યો છે . અને આ તહેવાર માં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવે છે અને ફંટાકડા ફોડીને ઉજવણી થવી જોઈએ તેને અમે સમર્થન કરીએ છીએ પરંતુ કટાકડા ઉપર હિન્દુ દેવી દેવતાઓના ફોટા હોય છે આનાથી હિન્દુ સમાજની લાગણી દુભાય છે અને દેવી દેવતાઓનુ અપમાન થાય છે જે બીલકુલ ચલાવી શકાય નહી અને અમો આનો સખત વિરોધ કરીએ છીએ વધુ માં મીડિયા ટીમ સાથે વાતચીત માં જણાવ્યું કે વાવ શહેરમાં ફટાકડા વેચતા નાના-મોટા તમામ વેપારી ભાઇઓ હિન્દુ દેવી દેવતાઓના ફોટા વાળા ફટાકડા વહેંચે નહી. હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવાનો કોઇને અધીકાર નથી આવા ફટાકડા વહેંચતા વેપારીઓ વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાથી કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદન પાઠવવા માં આવ્યું હતું .