સરહદી બનાસકાંઠા જીલ્લા માં ખેડૂતો દ્વારા પાણી ની બુમરાડ ઉઠવા પામી છે જેમાં આજ રોજ તા-૦૫-૦૩ -૨૦૨૨ ના થરાદ પ્રાંત કચેરી ની આગળ ખેડૂતો દ્વારા પ્રતિક ઉપવાસ નો કાર્યક્રમનું કરવામાં આવ્યો હતો જેમાં થરાદ તાલુકાના પૂર્વ પટ્ટાના 97 ગામોને કમાન્ડ એરિયા માં સમાવેશ કરીને સુજલામ સુફલામ કેનાલ ની અંદર રેગ્યુલર પાણી આપવામાં આવે છે અને સરહદી વિસ્તારો માં જે ગામો કમાન્ડ એરિયા માં નથી તે ગામોને તાત્કાલિક ધોરણે કમાન્ડ લઈ અને તેમને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવે તો વળી બીજું બાજુ નર્મદા વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ૧૫-૦૩-૨૦૨૨ ના રોજ ઉનાળુ સીઝનમાં સિંચાઈ માટે પાણી નહીં આપવામાં આવે છે

જેને લઇને ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે જો કે એક તો આ વિસ્તારમાં ઘાસચારાની મોટા પ્રમાણમાં સમસ્યા સર્જાય છે ત્યારે બીજી બાજુ નર્મદા કેનાલમાં પાણી આપવાનું બંધ કરવામાં આવશે તો પશુધન ઉપર નિર્ભર કુટુંબો તેમજ પશુપાલકોને મોટી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે જેને લઇને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય લઇ નર્મદા કેનાલ ની અંદર પાણી ચાલુ રાખવામાં આવે અને સુજલામ સુફલામ કેનાલ ની અંદર રેગ્યુલર પાણી આપવામાં આવે તેવી માંગો સાથે પ્રતિક ધરણા યોજાયા હતા