Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

પાલનપુરમાં વિશ્વ દિવ્યાંગ દિન ઉજવણી: ધારાસભ્ય અનિકેત ઠાકર દ્વારા રેલી પ્રસ્થાન

પાલનપુરમાં વિશ્વ દિવ્યાંગ દિન ઉજવણી: ધારાસભ્ય અનિકેત ઠાકર દ્વારા રેલી પ્રસ્થાન

દિવ્યાંગજનોના અધિકારો, સશક્તિકરણ, સમાનતા, શિક્ષણ તેમજ તેમના આંતરિક કૌશલ્યો અંગે જાગૃતિ માટે રેલીનું કરાયું આયોજન

પાલનપુર સ્થિત મમતા મંદિર ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરાઈ હતી. દર વર્ષે ૩ ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરાય છે. દિવ્યાંગ દિનની ઉજવણીના ભાગરૂપે મમતા મંદિર દ્વારા દિવ્યાંગ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

૩ ડિસેમ્બરના રોજ પાલનપુર શહેરના વિવિધ માર્ગો પર દિવ્યાંગજનોના અધિકારો, સશક્તિકરણ, સમાનતા, શિક્ષણ તેમજ તેમના આંતરિક કૌશલ્યો અંગે જાગૃતિ લાવવા રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીને પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરના વરદહસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન અપાયું હતું.

આ રેલીમાં કુલ ૩૫૦ દિવ્યાંગજનો ઉપરાંત સ્પેશિયલ બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ અને સ્ટાફ સહિત મળી અંદાજે ૫૫૦ જેટલા લોકો જોડાયા હતા. રેલીનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે, તેમના અધિકારો માટે સમાજમાં જાગૃતિ ફેલાય અને મમતા મંદિર દ્વારા દિવ્યાંગ શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતી સેવાઓની જાણકારી લોકોને મળી રહે તે મુજબનું આયોજન કરાયું હતું.

આ રેલીમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી હિતેશ પટેલ, પાલનપુર વકીલ એસોસિયેશનના પ્રતિનિધિઓ, મમતા મંદિરના નિયામકશ્રી મહેન્દ્રભાઈ પટેલ, મદદનીશ નિયામકશ્રી ડૉ.અતીનભાઈ જોશી, કમિટીના સભ્યો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
ધાનેરામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં શહેરીજનોએ સરકારી સેવાઓનો લાભ લીધો Breaking
બનાસકાંઠા • 📍 ધાનેરા • Oct 8, 2026

ધાનેરામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં શહેરીજનોએ સરકારી સેવાઓનો લાભ લીધો

સધીમાના મંદિર પાસે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા ધાનેરા: ધાનેરા...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: