Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

“અંબાજી યાત્રાધામમાં જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને રૂ. ૫.૩૧ લાખના સોનાના કુંડળ અર્પણ”

“અંબાજી યાત્રાધામમાં જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને રૂ. ૫.૩૧ લાખના સોનાના કુંડળ અર્પણ”

શક્તિપીઠ શ્રી આરાસુરી અંબાજી યાત્રાધામે આજે તા. ૨૩ મે, ૨૦૨૫ ના રોજ માતાજીના શૃંગાર માટે રૂ. ૫,૩૧,૦૦૦ કિંમતના શુદ્ધ સોનાના કુંડળ અમદાવાદના દીપેશ પટેલ અને જય ભોલે ગ્રુપ દ્વારા શ્રદ્ધાપૂર્વક દાનમાં અર્પણ કરવામાં આવ્યા છે. માતાજીની ભક્તિ અને સમર્પણ ભાવના સાથે જોડાયેલા જય ભોલે ગ્રુપ દ્વારા આ પૂર્વે સોનાની પાદુકા, ઘંટી, ચામર અને અજય બાણ જેવી અનેક ધાર્મિક વસ્તુઓ ભેટમાં અર્પણ કરવામાં આવી ચૂકી છે.

આ ભેટ શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદીની ઉપસ્થિતિમાં મંદિરમાં અર્પણ કરવામાં આવી હતી. જય ભોલે ગ્રુપના સેવાભાવી પ્રયત્નો અંબાજી ધામમાં ભક્તિ અને વૈભવનું ઉદ્દીપન કરે છે. ગુજરાતની ધાર્મિક આસ્થા અને આધ્યાત્મિક સમર્પણનું આ અદભૂત ઉદાહરણ છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

બનાસકાંઠા • Oct 4, 2026

બનાસકાંઠામાં બટાકા અને જીરુંના ટેકાના ભાવ જાહેર: ખેડૂત આલમમાં ખુશીનો માહોલ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા બટાકા અને જીરુંના પોષણક્ષમ ભાવ અંગે...
ગુજરાત • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
અમદાવાદ • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: GUJ/2026/89412