Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

IND VS PAK: એશિયા કપમાં ક્યારેય નથી રમાઇ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ

એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણપણે તૈયાર દેખાઈ રહી છે. ભારતીય ટીમ એશિયા કપ માટે 20 ઓગસ્ટે રવાના થશે. આ મેચ માટે બંને ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે એશિયા કપની છેલ્લી 14 સિઝનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક પણ વખત ફાઈનલ મેચ રમાઈ નથી. આ વખતે દરેકને આ બંને ટીમો ફાઇનલમાં પહોંચે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એશિયા કપના ઈતિહાસની તમામ ફાઈનલ મેચો વિશે જણાવીશું.

એશિયા કપ ફાઈનલનો ઈતિહાસ

એશિયા કપની શરૂઆત વર્ષ 1984માં થઈ હતી. ભારતે પ્રથમ સંસ્કરણમાં આ ટ્રોફી જીતી હતી.શ્રીલંકાએ વર્ષ 1986માં એશિયા કપની બીજી આવૃત્તિ જીતી હતી. શ્રીલંકાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત પર જીત મેળવીને પ્રથમ વખત એશિયા કપ જીત્યો હતો.1988માં એશિયા કપની ત્રીજી સીઝનમાં  ભારતે પુનરાગમન કર્યું અને દિલીપ વેંગસરકરની કપ્તાની હેઠળ ભારતે ત્રીજી આવૃત્તિમાં શ્રીલંકાને હરાવ્યું.એશિયા કપ 1991ની ચોથી આવૃત્તિમાં ભારતનો દબદબો ચાલુ રહ્યો અને મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાની હેઠળ, ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ફરીથી ત્રીજી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો.એશિયા કપની પાંચમી એડિશન વર્ષ 1995માં થઈ હતી, આ એડિશનમાં પણ મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને સતત બીજી વખત ટાઈટલ જીત્યું હતું. એશિયા કપ 1997ની છઠ્ઠી આવૃત્તિમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ એડિશનમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો અને શ્રીલંકાએ બીજી વખત ટાઇટલ કબજે કર્યું હતું.
એશિયા કપ 2000ની 7મી આવૃત્તિમાં પાકિસ્તાનને નવો ચેમ્પિયન મળ્યો. પાકિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. આ પ્રથમ વખત પાકિસ્તાને આ ખિતાબ જીત્યો હતો. 2004માં એશિયા કપની 8મી આવૃત્તિમાં શ્રીલંકાએ ફરી એશિયા કપમાં શાનદાર રમત બતાવી અને ત્રીજી વખત ટાઈટલ જીત્યું. ફાઇનલમાં શ્રીલંકાએ ભારતીય ટીમને હરાવ્યું હતું. શ્રીલંકાએ એશિયા કપની 9મી આવૃત્તિમાં પ્રભુત્વ જાળવી રાખ્યું કારણ કે તેણે ભારતીય ટીમને સતત બીજી વખત ફાઇનલમાં હરાવી અને એકંદરે ચોથી વખત ટ્રોફી કબજે કરી.એશિયા કપની 10મી એડિશનમાં કેપ્ટન ધોનીનો જાદુ જોવા મળ્યો હતો અને વર્ષ 2010માં ભારતે આ એડિશન જીતી હતી. ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું.2012 માં આયોજિત એશિયા કપની 11મી આવૃત્તિમાં, પાકિસ્તાને પુનરાગમન કર્યું અને બીજી વખત એશિયા કપનું ટાઇટલ કબજે કર્યું. ફાઇનલમાં પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવ્યું હતું. 2014માં એશિયા કપની 12મી આવૃત્તિમાં શ્રીલંકાની ટીમે ફરી ધમાકેદાર વાપસી કરી અને પોતાની જોરદાર રમતથી પાંચમી વખત ટાઈટલ જીત્યું. આ વખતે ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું હતું.2016માં એશિયા કપની 13મી આવૃત્તિમાં ભારતીય ટીમે સુકાની ધોનીના નેતૃત્વમાં ફરી ખિતાબ જીત્યો હતો અને ઘર વાપસી કરી હતી. આ વખતે ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું.તે જ સમયે, એશિયા કપ 2018 ની 14મી આવૃત્તિમાં, ભારતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં એશિયા કપ જીત્યો. ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું.અત્યાર સુધી યોજાયેલા એશિયા કપમાં ભારતે 7 વખત, શ્રીલંકાએ 5 વખત અને પાકિસ્તાને 2 વખત ખિતાબ જીત્યો છે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
રમત-ગમત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
રમત-ગમત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
રમત-ગમત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: