Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

ગરબાની ટિકિટના ભાવ પર GST લાદવોએ ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે: ગોપાલ ઈટાલિયા

આગામી સમયમાં આવનાર નવરાત્રિને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. તેઓએ જણાવ્યું કે ગરબાને માતાજીની પ્રસન્નતા મેળવવાના પ્રસંગ તરીકે ઉજવે છે. પરંતુ નિમ્નકક્ષાની માનસિકતા ધરાવનાર ભાજપની સરકારે ગરબા રમવા ઉપર પણ 18 ટકા જેટલો GST ટેક્સ નાખ્યો છે આ ટેક્સ લગાવવો સંસ્કૃતિનું આપમાન છે.સૌપ્રથમ તો મા જગદંબા વિશ્વ શક્તિને પ્રાર્થના કરું છું કે, ભાજપના સત્તાધીશોને થોડી સદબુદ્ધિ આપે અને ગરબા પર 18 ટકા જેટલો GST ટેક્સ નાખ્યો છે, એ પાછો ખેંચે. ગરબા એ ગુજરાતની પરંપરા છે, શ્રદ્ધા છે, લોકોની આસ્થા છે અને આસ્થા ઉપર ક્યારેક ટેક્સ ન હોઈ શકે. આસ્થાએ મનની ભાવના છે. ત્યારે ગરબા રમવા ઉપર ભાજપની સરકારે 18 ટકા GST નાખ્યો છે. તેને આમ આદમી પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડે છે. અને ગમે તે પ્રકારે ટેક્સ વસૂલી લેવાની ભાજપની નિમ્ન કક્ષાની માનસિકતાને આમ આદમી પાર્ટી સખ્ત શબ્દોમાં નિંદા કરે છે. આ સાથે ગરબા એ લોક પરંપરા છે, શક્તિ-આસ્થાને ભજવાનું પર્વ છે.ઈશ્વરને ભજવા ઉપર ક્યારેય ટેક્સ હોવો જોઈએ નહીં. આ ભૂતકાળમાં પણ ક્યારેય હતો નહીં. ઈશ્વર ભાજપની સરકારને સદબુદ્ધિ આપે. 18 ટકા ટેક્સ વહેલી તકે પાછો ખેંચાય તે માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ગુજરાતમાં પણ ભાજપ, કેન્દ્રમાં પણ ભાજપ, મહાનગરોમાં પણ ભાજપ, હું આશા રાખું છું કે, આ બધી જગ્યાએ જે ભાજપ છે તે બધા જ ભાજપ વાળા ભેગા મળી આ ગરબા રમવા ઉપર જે GST નો ટેક્સ છે તે વહેલી તકે દૂર કરશે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: