Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

જો આજે ભારત જીતશે તો રોહિત શર્મા રિકી પોન્ટિગનો 19 વર્ષ જૂના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ આજે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે. પ્રથમ બે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે, આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ આજે વિશ્વસનીયતા બચાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ રોહિત શર્માની નજર આ મેચ જીતીને યજમાન ટીમનો સફાયો કરવા પર રહેશે. જો ભારત આજે જીત નોંધાવશે તો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના 19 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરશે.

રોહિત પાસે પોન્ટિંગના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાની શાનદાર તક છે

રોહિત શર્માએ સુકાની તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત 19 મેચ જીતી છે, જ્યારે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ કેપ્ટન તરીકે તમામ ફોર્મેટમાં સતત સૌથી વધુ જીતનો રેકોર્ડ ધરાવે છે. પોન્ટિંગે 2003માં પોતાની ટીમ માટે સતત 20 મેચ જીતી હતી. જો રોહિત શર્મા આજે ઈંગ્લેન્ડ સામે જીત નોંધાવવામાં સફળ થશે તો તે પોન્ટિંગની બરાબરી કરી લેશે.

છેલ્લા વર્ષે ટી-20 વર્લ્ડકપ બાદ રોહિત શર્માને ટીમ ઇન્ડિયાનો ફૂલ ટાઇમ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિત શર્માની આગેવાનીમાં ભારતે ન્યૂઝિલેન્ડને 3-0થી હરાવ્યુ હતું. વેસ્ટ ઇન્ડિઝને પણ ટીમ ઇન્ડિયાએ વન-ડે સીરિઝમાં 3-0થી હાર આપી હતી. ત્યારબાદ ટી-20 સીરિઝમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 3-0થી હરાવ્યુ હતું.

ઈંગ્લેન્ડમાં ભારતનો દબદબો જોવા મળ્યો

પ્રથમ બે T20માં ટીમ ઈન્ડિયાએ યજમાન ટીમ પર દબદબો જમાવ્યો છે. ભારતે સાઉથમ્પ્ટન ખાતે ઈંગ્લેન્ડને 148 રને હરાવ્યું હતું, જ્યારે ભારત એજબેસ્ટન ખાતે 49 રનથી જીત્યું હતું. આ દરમિયાન ઈંગ્લેન્ડની આખી ટીમ 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ સાથે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો. ભારત ટી-20 ક્રિકેટમાં સતત બે વખત ઈંગ્લેન્ડને 150થી નીચે બોલ કરનાર પ્રથમ ટીમ બની છે.ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચની હારનો બદલો લઈ લીધો છે. બીજી T20 મેચમાં ભારતે 49 રને જીત મેળવી હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે સારી રમત બતાવી હતી. જસપ્રીત બુમરાહે 3 અને ભુવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
રમત-ગમત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
રમત-ગમત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
રમત-ગમત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: