Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

દેશની ચૂંટણીમાં રાજકારણીઓનો અભ્યાસ અને નિવૃત્તિ ઉમર અંગે ક્યારે ચર્ચા થશે ?

ભારત દેશ આઝાદ થયાના 75 વર્ષ પુરા કરશે તેમ છતાં પણ હજુ રાજકીય પાર્ટી ચૂંટણી સમયે ગરીબી, રોજગાર, આરોગ્ય, રોડ રસ્તા જેવા મુદ્દે પર મોટા મોટા વાયદા કરશે. ચૂંટણી પ્રચારમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરીને ખોટા વચનો આપવામાં આવશે. ભારતના રાજકારણમાં હજુ સુધી કોઈ પણ પાર્ટી એવી નથી આવી કે તે રાજકારણીઓના અભ્યાસ અને નિવૃત્તિની ઉમર અંગે વાયદા કે વચનો આપે તેમજ અનેક ગુનાઓ ધરાવતા છતાં પણ ભારતમાં નેતા ચૂંટાઈને આવે છે તે જ ભારતની નબળાઈ સાબિત થાય છે. ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે પરંતુ સાચી હકીકત એ છે કે ભારતમાં અભણ રાજકારણી રાજ કરે છે અને ભણેલ વ્યક્તિ નતાઓને સલામ કરે છે. ભારત દેશમાં કોર્પોરેટરથી એમએલએ અને એમપી સુધી બધા જ કરોડપતિ રાજકારણીઓ છે. એક જ ચૂંટણીમાં વિજેતા થાય એટલે તેમને આજીવન પેન્સન સાથે અનેકો સુવિધા ઉપલબ્ધ થઇ જાય છે જયારે સરકારી નૌકરી કરતા કર્મચારીઓને પેન્શન જેવા લાભથી વંચિત રાખવામાં આવે છે.ભારતમાં નેતાઓ, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને રોડ ટેક્સમાંથી મુક્તિ મળે છે. હવાઈ મુસાફરી, ફોન બિલ, ભથ્થા તેમજ અન્ય લાભો પણ મળે છે. ચાર ચોપડી ભણેલા નેતાથી લઈને 80 વર્ષના નેતાઓ ભારતમાં છે. કેટલાક નેતાઓતો જીવનના આખરી પડાવ સુધી સક્રિય રાજકારણમાં રહે છે. ભારત દેશમાંથી ઉચ્ચ અભ્યાસ કરી યુવાનો વિદેશોમાં ગમન કરે છે તેનું કારણ ભારતની રાજનીતિ છે. ભારતમાં રાજકીય પક્ષ ક્યારે પણ નેતાના ભણતર અને નિવૃત્તિ પર ભાષણ નહીં આપે.દેશમાં અનેક નેતાઓ છે જેના પર અનેક ગુનાહો લાગેલા છે તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ભારતમાં કોઈપણ યુવાન જયારે નૌકરી મેળવવા જાય છે ત્યારે તેનું ભણતર જોવામાં આવે છે અને જયારે નેતાઓ ચૂંટણી લડે છે ત્યારે તેમનું ભણતર જોવામાં આવતું નથી કે નથી તેની ઉમર જોવામાં આવતી. આઝાદીના 75 વર્ષ પછી પણ ભારત દેશની આ દશા છે તેના માટે રાજકારણ જ જવાબદાર છે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: