- ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલ 2 બેઠકો માટે માર્ચ મહિના સુધીમાં ચૂંટણી યોજાવાની શકયતા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સરકાર પાસે ચૂંટણી માટે કર્મચારીઓ-અધિકારીઓની યાદી માંગી છે.
- નોંધનીય છે કે, ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધનના પગલે રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. રાજ્યસભાની ચૂંટણી વિધાનસભાનાં બજેટ સત્ર દરમ્યાન યોજાય તેવી પ્રબળ શકયતા છે. બંને સભ્યો અલગ અલગ ટર્મમાં ચૂંટાયા હોવાથી ચૂંટણી પણ અલગ અલગ થાય તેવી પૂરી શક્યતા છે. જો આ પ્રમાણે થશે તો કોંગ્રેસને પોતાની બેઠક ગુમાવવી પડશે. તેમજ ભાજપને એક બેઠકનો ફાયદો થશે.
- જોકે, ચૂંટણીપંચ રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરે તે પછી સાચું ચિત્ર સ્પષ્ટ થશે.
ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોને ક્યારે થશે ચૂંટણી? જાણો મહત્વના સમાચાર
Tags:
##RIP FARMAR
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
