Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

બનાસકાંઠા માં 30 ગામોને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા, રોડ તૂટ્યા, કેટલાક રસ્તાઓ બંધ થયા, જાણો આ સિવાય શું છેસ્થિતિ ?

ઉત્તર ગુજરાતમાં ગઈ કાલે જે રીતે સાબરકાંઠાની અંદર વરસાદના કારણે પાણી જ પાણી જોવા મળ્યું હતું તેજ રીતે આજે બનાસકાંઠામાં વરસાદના કારણે રોડ તૂટવાની, ડેમો નદીઓમાં પાણીના નવા નીરની આવક થઈ રહી છે તો કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી છે. આ ઉપરાંત કેટલાક રસ્તાઓ બંધ થયા છે. દાંતીવાડાથી પાંથાવાડા જતા હાઇવે ઉપર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને લઈને હાઇવે ઉપર નદીઓના પાણી આવી રહ્યા છે. દાંતીવાડાથી પાંથાવાડાના 30 ગામોને જોડતા રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે.

બનાસકાંઠામાં આ રસ્તા પર હંગામી ધોરણે રસ્તા બંધ.

બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ડીસા તાલુકાના રસ્તાઓ ઓવેરટોપિંગના લીધે હંગામી ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભીલડી – બલોધર રોડ, ભીલડી – નેસડા – પેપળુ રોડ, નેશનલ હાઇવેથી ઘટનાળ રોડ, સ્ટેટ હાઇવેથી ઘટનાળ રોડ, નવી ભીલડીથી જુના નેસડાથી ઘટનાળ મોટી રોડ, પાલડી – વડલાપુર રોડ, કંસારી – શેસુરા રોડ, ગુગળ એપ્રોચ રોડ, પેપરાળ – ગણતા રોડ, લાખણી, ગોઢથી છત્રાલા રોડ.

કાંકરેજ પંથકમાં 24 કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ

બનાસકાંઠામાં કાંકરેજમાં પંથકમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે. ફરી વહેલી સવારથી કાંકરેજના શિહોરી, ખીમાણા ખારીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. કાંકરેજ પંથકમાં 24 કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકયો છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં બીજી બાજુ ખુશહાલીનો પણ માહોલ છે.

દાંતીવાડાથી પાથાવાડા જતો હાઈવે તૂટ્યો

જિલ્લામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે. દાંતીવાડા નજીક આવેલ વૉહળામાં ઘોડાપુર જેવી સ્થિતિ છે. ભરપૂર માત્રામાં વૉહલાઓ પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી વૉહલામાં વેણ વધ્યું છે. દાંતીવાડામાં ભારે વરસાદથી રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. બનાસ નદીના પુલ નજીક આવેલ હાઇવેમાં ધોવાણ પણ થઈ રહ્યું છે. દાંતીવાડાથી પાથાવાડા જતો હાઈવે તૂટ્યો હતો. હાઇવે ધોવાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: