Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

ડીસા માં ૧૦૮ સરાહનીય કામગીરી ૨ કિલોમીટર ચાલી મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા હોસ્પિટલમાં લઇ જવાઈ

ડીસા તાલુકાના છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આવા સમયે મહીલાઓને પ્રસુતિ દરમ્યાન ભારે મુશ્કેલીમાં મુકાઇ રહી છે ત્યારે આજે ડીસા તાલુકાના જુના ડીસાની હદમાં આવેલ સર્યુંનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં દોઢ કિલોમીટર સુધીનો રસ્તો બંધ થઈ જવા પામ્યો છે ત્યારે આજે સવારેના સમયે ડીસા સર્યુંનગર ખાતે રહેતા લક્ષ્મીબેંન સાખંલાને અચાનક ડિલિવરીનો દુઃખાવો ઉપડતા ડીસા 108 ને જાણ કરાતાં ડીસા 108 ફરજ બજાવતા EMT પ્રવીણ વણોલ અને પાઈલોટ જગદીશભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા પરંતુ અતિભારે વરસાદ હોવાથી એમ્બ્યુલન્સ જઈ શકે તેમ રસ્તો ના હોવાથી ડીસા 108 ના EMT પ્રવીણ વણોળ અને પાઈલોટ જગદીશભાઈ પરમાર બંને કર્મચારીઓ દ્વારા રસ્તાની સાઈડ માં રોડ પર એમ્બ્યુલન્સ ઊભી કરી અને એમ્બ્યુલન્સ માંથી જરૂરી સાધનો તેમજ સ્ટ્રેચર લઈ ને અંદાજિત એક થી દોઢ km.. ચાલતા જઈને દર્દીની પહેલા પોહચતાની પહેલા રસ્તામાં ખુબજ પાણી ભરાયેલું હતુ અને બને બાજુ થી રસ્તો ખુબજ સાંકડો હતો. જેમ તેમ કરીને ને દર્દી સુધી પોહચ્યા અને પ્રસુતિ મહીલાની તપાસ કરતા દર્દીને બીજી ડિલિવરી હતી અને દર્દીને દુઃખાવાની ત્રીવર્તતા વધારે હોવાથી પાડોશીમાં મદદ માગી અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરીને દર્દીને એમ્બ્યુલન્સ સુધી લઇ જવામાં મદદ મળી અને એમ્બ્યુલન્સમાં લીધા બાદ દર્દીને જરૂરી તપાસી જરૂરી દવાઓ ચાલુ કરીને દર્દીને સારવાર માટે હો્સ્પિટલ માં ખસેડવામાં આવ્યાં હતાં આમ આજે ડીસા 108 ટીમ દ્વારા માનવંતા ભરી કામગીરી કરી મહીલાની પ્રસુતિ સમયે ભારે વરસાદ અને બે કિલોમીટર ચાલીને પણ મહીલાને હોસ્પિટલ સુધી પહોંચાડી સુંદર કામગીરી કરવામાં આવી હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: