તાજેતરમાં જ બોટાદ ખાતે થયેલા દારૂના લઠ્ઠા કાંડ માં અનેક લોકો મોતને ભેટ્યા છે. દેશી દારૂમાંથી બનેલી આ ઘટનાને લઇ સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. બોટાદ ખાતે સર્જાયેલા લઠ્ઠા કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં દેશી દારૂ પર પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદે વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ મુદ્દે વીફરેલી મહિલાઓએ થરાદ ડીવાયએસપી કચેરીએ ધરણાં કરી વિરોધ દર્શાવ્યો હતો.જેમાં પોલીસ કચેરીએ પહોંચેલી મહિલાઓ પોતાની સાથે બંગડી અને ચાંદલાઓ પણ લઈને આવી હતી અને થરાદ તાલુકા અને શહેરી વિસ્તારમાં દેશી દારૂ બંધ કરાવવાની માંગ સાથે સૂત્રોચાર કર્યા હતાં. જે બાદ મહિલાઓએ થરાદ DYSP પૂજા યાદવને આવેદનપત્ર આપી થરાદ તાલુકા અને શહેરી વિસ્તારમાં તાત્કાલિક ધોરણે દેશી દારૂ વેચતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમની અટકાયત કરવામાં આવે તેવી માંગ કરી હતી.
થરાદ માં લઠ્ઠાકાંડ ના ધેરા પ્રત્યાઘાતો પડ્યા , મહિલાઓ પહોચી ASP કચેરી પહોચી
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
