ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા તાલુકામાં ચોર ટોળકી જાણે સક્રિય બની હોય તેમ એક બાદ એક મકાનો અને વાહનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ચોરો હવે તો રાત્રિનો સમય હોય કે પછી દિવસનો સમય કોઈપણ સમયે મકાન અને વાહનોની નિશાન બનાવી ચોરી કરી રહ્યા છે પોલીસથી પણ હવે ચોરો જાણે ડરી ન રહ્યા હોય તેમ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મોટી મોટી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસા માં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારને છોડી હવે ચોર ટોળકી ગ્રામીણ વિસ્તારોમાં સક્રિય બની છે, અને ચોર ટોળકી એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે. તે દરમ્યાન ડીસા તાલુકાના ભોયણ ગામે અજાણ્યા તસ્કરોએ બે બંધ દુકાનો ને નિશાન બનાવી હતી. જય વીર એગ્રો અને આર.કે ક્લિનિક નું સતત તોડી અજાણા તસ્કરો બંધ દુકાનને નિશાન બનાવી અંદર પ્રવેશ્યા હતા રોકડ તેમજ 20 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.જે અંગે દુકાનના શટર તૂટેલી હાલતમાં જણાતા દુકાન માલિકો એ પોલીસને જાણ કરી હતી જે મામલે ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ભોંયણ ગામે તસ્કરોનો તરખાટ, 2 દુકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
