Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ અને એકતાનો માહોલ જોવા મળ્યો છે. બાર એસોસિયેશનની આ નિમણૂક બારની એકતા, સંગઠનશક્તિ અને વકીલ સમાજની સામૂહિક સમજદારીનો ઉત્તમ દાખલો પૂરું પાડે છે.તાજેતરમાં યોજાયેલી બેઠક દરમિયાન કોઈપણ પ્રકારના વાદવિવાદ વગર સર્વસંમતિથી નવી કારોબારી રચાઈ હતી.

જેમાં પ્રમુખ તરીકે કે.પી. ગઢવી , ઉપપ્રમુખ તરીકે સી.એમ. જોષી ,સેક્રેટરી તરીકે માનવરાજ એ. પારંગી, સહમંત્રી તરીકે એન.એસ. ચૌધરી અને ખજાનચી તરીકે આર.આર. માળીની નિમણૂક કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે સુઈગામ બાર એસોસિયેશન છેલ્લા નવ વર્ષથી સતત બિનહરીફ રીતે કારોબારીની રચના કરે છે.

ખાસ વાત એ છે કે છેલ્લા નવ વર્ષથી સુઈગામ બહારના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી થતી આવી છે. આ વર્ષે પણ પ્રમુખ પદે કે.પી. ગઢવી ની સતત નવમી વખત બિનહરીફ વરણી કરવામાં આવી છે, જે બાર સભ્યોના તેમના પ્રત્યેના અડગ વિશ્વાસને સ્પષ્ટ કરે છે.કે.પી. ગઢવી આ વિસ્તારના સન્માનનીય અને શનિષ્ઠ આગેવાન તરીકે ઓળખાય છે. સુઈગામ બારના તમામ સદસ્યોને તેમના નેતૃત્વ ઉપર સંપૂર્ણ ભરોસો છે. બાર એસોસિયેશનમાં જોવા મળતી એકતા અને સુમેળ આજે અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.દર વર્ષે તમામ વકીલમિત્રો એકી સાથે બેસી, કોઈપણ જાતના મતભેદ કે વિવાદ વિના, હોદ્દેદારોની નિમણૂક કરે છે,

જે આજના સમયમાં અત્યંત પ્રશંસનીય બાબત ગણાય છે. બિનહરીફ રીતે રચાયેલી બોડીથી સમાજમાં સકારાત્મક સંદેશ જાય છે કે એકતા અને સંવાદથી સંસ્થા વધુ મજબૂત બની શકે છે.નવ નિમણૂક પામેલ કારોબારીને બારના સભ્યો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આગામી સમયમાં બારની ગૌરવભરી પરંપરાને વધુ મજબૂત બનાવવા શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: