Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે મફત આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ લાયન મેમ્બર અને અનંતા હોસ્પિટલના આંખના સર્જન ડૉ. અશોકભાઈ ચૌધરીના સહયોગથી યોજાયો હતો, જેમાં આશરે 600 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની આંખોની તપાસ કરવામાં આવી.

કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબી ટીમે વિદ્યાર્થીઓની દ્રષ્ટિ તપાસી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સમયસર તપાસ થવાથી આંખ સંબંધિત સમસ્યાઓનું વહેલું નિદાન થઈ શકે અને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ કિર્તીભાઈ આચાર્ય, રીજન ચેરમેન ડૉ. પ્રવિણસિંહ ચૌહાણ, મંત્રી દશરથભાઈ સોની, ડિસ્ટ્રિક્ટ ઓફિસર્સ ડૉ. રિતેશ પ્રજાપતિ અને વશરામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી.

શાળાના આચાર્ય મનુભાઈ ડામોર તથા સ્ટાફ સભ્યોએ આયોજનમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખી આવી સેવાકીય પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
होम • दिसम्बर 4, 2025

વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત

વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: