Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત

વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત

વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ-ભુજ ચિરાગ કોરડીયા તથા જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ અનુસંધાને એસ.ઓ.જી (સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ) વાવ-થરાદ દ્વારા એક વધુ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળેલી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી શાખાના પો.ઈન્સ્પેક્ટર એ.જી. રબારી તથા તેમની ટીમ પ્રોડી સંબંધી પેટ્રોલિંગમાં હતી. એ દરમ્યાન મીઠા ગામ (તા. ભાભર) વિસ્તારમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી મળતાં ટીમે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી.

એસ.ઓ.જી ટીમે મીઠા ગામના રહેવાસી શ્રવણભાઈ ઉર્ફે સનો વરજંગજી ઠાકોરના રહેણાંક સ્થાને રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર ટીન મળી કુલ 806 બોટલ જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિ.રૂ. 2,75,497/- થાય છે. સમગ્ર મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન ઍક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી ભાભર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે.

આ કામગીરીમાં એસ.ઓ.જીના પો.ઈન્સ. એ.જી. રબારી સહિત સ્ટાફના કર્મચારીઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. જિલ્લા પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ સતત અને કડક પગલાં લેવામાં આવશે એવી માહિતી આપવામાં આવી છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: