Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

થરાદ તાલુકામાં ભારતમાળા રોડ પર કોલસાભરેલ ટ્રેલરમાં આગ, ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી મોટું નુકસાન ટળ્યું

થરાદ તાલુકામાં ભારતમાળા રોડ પર કોલસાભરેલ ટ્રેલરમાં આગ, ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી મોટું નુકસાન ટળ્યું

થરાદ તાલુકામાંથી પસાર થતાં ભારતમાળા રોડ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાતાં ટળી ગઈ. ગુજરાત રાજ્યમાંથી કોલસો ભરી ઉત્તરપ્રદેશ જઈ રહેલ એક ટ્રેલર થરાદ–મીઠા રોડ નજીક પહોંચતા અચાનક આગની ઝપટે આવી ગયું. પ્રાથમિક માહિતી મુજબ ટ્રેલરના વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ટ્રેલરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડને તાત્કાલિક કોલ મળ્યો હતો.

ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી. આગ ભયાનક સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર ફાઇટરો દ્વારા સમયસર કામગીરી કરવામાં આવતા ટ્રેલરમાં ભરેલ તમામ કોલસો તેમજ ટ્રેલરનો મોટો ભાગ બચાવી લેવામાં આવ્યો હતો.જો કે આગની ઘટનામાં ટ્રેલરના કેબિન અને એન્જિન ભાગ સંપૂર્ણપણે બળી ને રાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજાની નોંધ સામે આવી નથી, જે એક મોટી રાહતરૂપ બાબત છે.

ભારતમાળા રોડ પર સતત ભારે વાહનોની અવરજવર રહેતી હોવાથી થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી હતી, પરંતુ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્રની સુમેળભરી કામગીરીના કારણે સ્થિતિ ઝડપથી સામાન્ય બની હતી.સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી અને સતર્કતા બદલ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ભારે વાહનોમાં નિયમિત વાહન ચકાસણી અને સલામતી વ્યવસ્થાની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: