Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ-થરાદ જિલ્લામાં સગીરા પર દુષ્કર્મનો મામલો: માવસરી પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો

વાવ-થરાદ જિલ્લામાં સગીરા પર દુષ્કર્મનો મામલો: માવસરી પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો

વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના એક ગામમાં સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યા હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. આ મામલે માવસરી પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ સામે પોક્સો એક્ટ સહિત દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધરણીધર તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની સગીરાને આરોપીએ નિશાન બનાવી તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે પીડિતાના પરિવારની ફરિયાદના આધારે માવસરી પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.પોલીસે ધરણીધર તાલુકાના એક ગામના જગદીશ રામભાઈ પટેલ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા કેસના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ચર્ચાઓ પણ તેજ બની છે. ચર્ચાતી વાતો અનુસાર વધુ બે નામો સામે આવવાની અફવાઓ ફેલાઈ રહી છે, જોકે આ બાબતે પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે સગીરાના નિવેદન અને નોંધાયેલી પોલીસ ફરિયાદમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળતી હોવાની ચર્ચા થઈ રહી છે, જેના કારણે તપાસની દિશા અને પોલીસની કામગીરી અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તમામ બાબતોની નિષ્પક્ષ અને કાયદેસર તપાસ કરી સાચી હકીકત બહાર લાવવામાં આવશે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: