રાવળા થી માલસણ વચ્ચે રોડની આજુબાજુ મોટા પ્રમાણમાં ગાંડા બાવળ વાળ ઉગેલા છે આ રસ્તો ટૂંકો છે તથા રસ્તો ઘણો સારો છે અને ટ્રાફિક ઓછો હોવાથી ખાનગી વાહનોની અવરજવ આ માર્ગેથી મોટા પ્રમાણમાં થાય છે. ટુ વ્હીલર, થ્રી વીલર રાત્રી દરમિયાન લોકો નીકળતા હોય છે આ ગાંડા બાવળ ઉગેલા હોવાથી રોડના વળાંક પરથી અવર જવર કરતા વાહનો એકમેકને જોઈ ન શકતા અકસ્માત થવાની સંભાવના મોટા પ્રમાણમાં લાગે છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડની સાઈડમાં ઉગેલા ગાંડા બાવળ તાત્કાલિક કાપી નાખવાની જરૂર છે. જો આ ગાંડા બાવળ કાપવામાં નહીં આવે તો આ માર્ગે અવરજવર કરતા વાહનો વચ્ચે મોટો અકસ્માત થાય તો નવાઈ નહીં. આ ગાંડા બાવળને લઈને આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકોને પણ ભારે વિપદા પડે છે. સરકારી તંત્ર આ અંગે ઘટતું કરે તેવી લોકમાંગ છે.
રાવળા થી માલસણ રોડ સાઇડે ગાંડા બાવળનું સામ્રાજ્ય, વાહનચાલકોને અવરજવરમાં પડતી ભારે વિપદા
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#આજ ના વાવ ના સમાચાર#ગાંડા બાવળનું સામ્રાજ્ય#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#રાવળા થી માલસણ#લોકલ સમાચાર#વાવ#વાવ થરાદ#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#વાહનચાલકોને અવરજવરમાં પડતી ભારે વિપદા
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
