Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

પાટણનાં કોંગ્રેસના કોર્પોરેટર, કદ્દાવર નેતા લાલેશભાઈ ઠક્કર ‘આપ’માં જોડાયા

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ બાબતની જાણકારી આપતા જણાવ્યું કે, ભ્રષ્ટ ભાજપના શાસનમાં આજે આખું ગુજરાત ત્રાહિમામ પોકારી ચૂક્યું છે. જે લોકો પહેલા ભાજપને મત આપતા હતા એ પણ હવે કહી રહ્યા છે કે ભાજપે આખા ગુજરાતને ખતમ કરી નાખ્યું છે. એવી જ રીતે આખી કોંગ્રેસ પણ એક સેટીંગબાજ પાર્ટીમાં ફેરવાઈ ગઈ છે, એમની એક જ રીત છે કે ચૂંટણી લડો અને ભાજપમાં જતા રહો. આવી બધી બાબતોથી ઘણા ઈમાનદાર લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે અને એવા જે ઈમાનદાર લોકોને પ્રજાની સેવા કરવી છે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

આવા જ એક ઈમાનદાર વ્યક્તિ, પાટણના લાલેશભાઈ ઠક્કર અમદાવાદમાં અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. લાલેશભાઈએ વર્ષો સુધી એ વિચારીને કોંગ્રેસમાં કામ કર્યું કે પ્રજાનું કઈ ભલું થશે. પાટણ નગરપાલિકામાં પણ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ પદે રહ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા. લાલેશભાઈ ઠક્કરએ પ્રજા માટે ખુબ જ કામ કર્યું છે, તો આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી, પ્રદેશ એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર અને હિમાંશુભાઈએ લાલેશભાઈ ઠક્કર ને ટોપી અને ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: