Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

પાડણ ગામમાં ભાઈ–બહેનના બંધનની મિસાલ: બહેને કિડની આપી ભાઈને નવી જિંદગી ભેટ

પાડણ ગામમાં ભાઈ–બહેનના બંધનની મિસાલ: બહેને કિડની આપી ભાઈને નવી જિંદગી ભેટ

સુઈગામ તાલુકાના પાડણ ગામમાં એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી ઘટના સામે આવી છે, જે ભાઈ–બહેનના અતૂટ પ્રેમ અને ત્યાગનું જીવંત દ્રષ્ટાંત બની છે. પાડણ ગામના ઈશ્વરભાઈ ગગાભાઈ ચૌધરીની બન્ને કિડની ફેલ થતાં તેઓ છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ડાયાલિસિસના સહારે જિંદગી જીવી રહ્યાં હતા. દર મહિને સારવાર, કષ્ટ અને સંઘર્ષ વચ્ચે જીવન જીવતા ઈશ્વરભાઈનું દુઃખ પોતાની જ સગી બહેન મીરાંબેન જોઈ શક્યા નહીં.

ભાઈની પીડા સામે મીરાંબેનના હૃદયે કરુણાનો સાગર છલકાયો અને તેમણે ભાઈને કિડની ડોનેટ કરવાનો નિર્ણય લીધો. મીરાંબેને પોતાના પરિવારની સહમતિ બાદ અને તમામ તબીબી પ્રક્રિયા પૂર્ણ કરીને ઈશ્વરભાઈને નવી જીંદગી ભેટ કરી દીધી. મીરાંબેન રામપુરામાં સસુરાળમાં વસવાટ કરે છે, છતાં ભાઈ માટેનો પ્રેમ અને બંધન અંતરથી ખૂબ આગળ નીકળી ગયો. સર્જરી સફળ રહી છે અને હાલમાં બંને સ્વસ્થ છે.

ભાઈ માટે જીવતેજાગતા ત્યાગનો આ દાખલો ગામની સીમાઓ પાર કરીને જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. મીરાંબેન વારંવાર માત્ર એટલું જ કહે છે, “જુગ જુગ જીવો મારા માડી જાયા વીર… મોંઘો મુલો તો મારો વીર રે…” આ શબ્દો માત્ર મમતા નહીં, પરંતુ ભાઈ માટેનો અદ્વિતીય પ્રેમ અને હિંમતનો પર્યાય છે.

ભાઈ–બહેનના સંબંધને વાર્તાઓ, કાવ્યો અને ફિલ્મોમાં જોઈને અનુભવ્યો હશે, પરંતુ પાડણ ગામે આ બંધનનું જીવંત સાક્ષી પૂરું પાડ્યું છે. સમાજમાં જ્યાં સ્વાર્થ અને અંતર વધતું જાય છે, ત્યાં મીરાંબેનનો આ ત્યાગ સકારાત્મક સંદેશ આપી રહ્યો છે કે હૃદયમાં પ્રેમ અને વિશ્વાસ હોય તો સંબંધો માત્ર લોહીના નહીં પરંતુ જીવનના બને છે.

પાડણ ગામના લોકોએ મીરાંબેનને શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો અને ભાઈ–બહેનની આ જોડી Jugo Jug જીવે તેવી મુળેશ્વર મહાદેવ સમક્ષ પ્રાર્થના કરી. આ ઘટના માત્ર એક સફળ સર્જરી નહીં, પરંતુ માનવતા, સ્નેહ અને ત્યાગના સૌથી પવિત્ર સ્વરૂપનું ઉજાળું ઉદાહરણ બની છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: