Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ-થરાદ યુવક શ્રવણ સોઢાને અતુલ્ય વારસો એવોર્ડ :લોક સાહિત્યમાં યોગદાન બદલ ‘સરહદી સાદ’ બિરુદ મળ્યું

વાવ-થરાદ યુવક શ્રવણ સોઢાને અતુલ્ય વારસો એવોર્ડ :લોક સાહિત્યમાં યોગદાન બદલ ‘સરહદી સાદ’ બિરુદ મળ્યું

વાવ-થરાદ તાલુકાએ ફરી એકવાર ગૌરવનો ક્ષણ અનુભવ્યો છે. ગત 3 ડિસેમ્બર 2025ના રોજ તાલુકાના યુવા લોકકલાપ્રેમી શ્રવણ વર્ધાજી સોઢાને “અતુલ્ય વારસો એવોર્ડ 2025”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યસ્તરીય આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સાથે તેમને વિશેષરૂપે ‘સરહદી સાદ’નું બિરુદ અપાયું, જે સતત લોકધરોહર અને સાંસ્કૃતિક જતન માટેની તેમની અનોખી સેવા અને સમર્પણને માન્યતા આપે છે. આ એવોર્ડ ગાંધીનગરના ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એનાયત થયો હતો, જ્યાં રાજ્યભરના કલાકારો અને સંસ્કૃતિપ્રેમીઓએ તેમની સફળતાનો ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યો હતો.

શ્રવણ વર્ધાજી સોઢાનું યોગદાન માત્ર લોકગીતો કે કલાત્મક રજૂઆત સુધી સીમિત નથી. તેમણે છેલ્લા કેટલાંક વર્ષોમાં ગ્રામ્ય જીવનશૈલી, રાજપૂત વીર પરંપરા, સરહદી સંસ્કૃતિ, લોકલય અને લોકગાથાઓને આધુનિક પેઢી સુધી પહોંચાડવામાં અનોખી ભૂમિકા ભજવી છે. તેમની રજૂઆતમાં પરંપરાની સુગંધ સાથે આધુનિક ભાવસ્પંદનોનો સુમેળ જોવા મળે છે, જેના કારણે તેઓ યુવા વર્ગમાં લોકકલા પ્રત્યે સમજણ અને આકર્ષણ ઊભું કરવામાં સફળ નિવડ્યા છે.

આસારાગામના વતની અને ખેડૂત પરિવારમાં જન્મેલા શ્રવણે સંસ્કાર અને સંસ્કૃતિને સાથ સાથે લઈને મંચ સુધીની સફર નિર્ભયતાથી પાર કરી છે. બાળપણથી જ લોકવેદનાઓ, પ્રાચીન ગાથાઓ અને પ્રદેશની વીરકથાઓ પ્રત્યેની ઊંડી લગાવને જતનપૂર્વક નિભાવતા તેઓ આજે જિલ્લા સાથે રાજ્યભરમાં વિશિષ્ટ ઓળખ ધરાવે છે. અટક-કુટુંબની અનુસરોતી પરંપરાનું જતન કરતા તેઓએ પોતાના કલાત્મક સ્વરૂપને ક્યારેય વ્યાવસાયિક હોડમાં ગુમાવ્યા નહીં, બદલામાં તે સંસ્કૃતિના દૂત તરીકે ઉભરાયા.

સન્માનના આ ક્ષણે તાલુકા વિસ્તારથી લઈને સમગ્ર સરહદી વિસ્તારના લોકસમાજમાં ગૌરવની લાગણી પ્રસરી છે. વાવ-થરાદના યુવાનો માટે શ્રવણ સોઢા આજે પ્રેરણાસ્ત્રોત છે—કે શ્રદ્ધા, મહેનત અને પરંપરાપ્રેમ હોય તો ગ્રામ્ય પરિભાષામાંથી પણ રાષ્ટ્રીય સ્તરે ઓળખ પ્રાપ્ત કરી શકાય છે.

સ્થાનિક અગ્રણીઓ અને સમાજના વરિષ્ઠોના જણાવ્યા મુજબ, આવનારા સમયમાં શ્રવણ સોઢા ગુજરાતના લોક સાહિત્ય, વાચિક પરંપરા અને સંસ્કૃતિને દેશવ્યાપી તેમજ આંતરરાષ્ટ્રીય મંચ પર સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે.

શ્રવણની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ગૌરવ નથી, પરંતુ સરહદી ધરતીની કલાસર્જક શક્તિ, ધરોહરની ઊંડાઈ અને પરંપરાની અડગતા સામેનું મક્કમ પ્રમાણપત્ર છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: