જય ભીમ યુવક મંડળ સુઇગામ દ્વારા બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ના નવ નિયુક્ત ડિરેકટર શ્રી નરેન્દ્રભાઇ સોલંકી નું સન્માન કરવામાં આવ્યું હતું.નરેન્દ્રભાઈ સોલંકી લીંબુણી બિનહરીફ ડિરેકટર તરીકે નિયુક્ત થયા હતા તેઓ સામાજિક કાર્યકર તરીકે સમાજના કામોમાં કાર્યરત છે.આજે જય ભીમ યુવક મંડળ દ્વારા તેઓનું શાલ અને ડૉ.બાબા સાહેબ આંબેડકર ની તસ્વીર આપીને યુવા મિત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.આ પ્રસંગે જય ભીમ યુવક મંડળ ના તાલુકા પ્રમુખ વિનોદભાઇ સોલંકી લીંબુણી, ઉપપ્રમુખ દિનેશભાઇ પરમાર સુઇગામ,વિસ્તરણ અધિકારી ભાનુભાઈ પંડ્યા,સામાજિક કાર્યકર બાબુભાઇ પરમાર ચાળા અને યુવક મંડળ ના મિત્રો હાજર રહ્યા હતા. આ પ્રસંગે જય ભીમ યુવક મંડળ ના મિત્રો દ્વારા સુઇગામ પ્રાંત અધિકારી સાહેબ,તાલુકા પંચાયતના પ્રમુખ ,મામતદાર શ્રી સુઇગામ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી જેમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી.
જય ભીમ યુવક મંડળ સુઇગામ દ્વારા નરેન્દ્રભાઈ સોલંકી નું સન્માન કરવામાં આવ્યું…
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
