Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

થરાદ-ભાભરમાંથી ચોરેલા બાઈક સાથે બે શખ્સો ઝડપાયા

બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાતમી ના આધારે બે શખસોને થરાદ-ભાભર માંથી ચોરેલ ૪ બાઇક સાથે ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૪ ડેક મોટર સાયકલ સહિત કુલ રૂ. ૧.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ના તેમની સામે ગુનો નોંધી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબી પીઆઇ

એચ. પી. પરમાર સ્ટાફ સાથે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમીના મળી હતી કે, થરાદમાંથી ચોરેલ નંબર વગરના બાઇક સાથે રામજીભાઇ ૫ગનાથભાઇ પટેલ (ઉ.વ. ૨૩, ધંધો-ખેતી, રહે.બુકણા,તા.વાવ) બુકણાથી વાવ તરફ વેચાણ સારું જાય છે. જેથી એલસીબીએ વાવ-ખીમાણા ત્રણ રસ્તા ઉપરથી રામજીભાઇ સાથે અન્ય એક શખશ અરવિંદને મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો. રામજીએ થરાદ નગરપાલીકા આગળથી બાઇક ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી, જેથી રામજી તથા અરવિંદને વાવ પોલીસ સ્ટેશને લાવી તેને અગાઉ અન્ય કેટલી જગ્યાયેથી આજદિન સુધી કેટલી ચોરીઓ તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તીઓ કરી છે તે બાબતે સઘન પુછપરછ કરતા રામજીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં તેને થરાદ હનુમાન ચોક પાસેથી એક બાઇક, ભાભર લાટી બજારમાંથી એક બાઇક તેમજ થરાદ રેફરલ હોસ્પીટલ આગળ હાઇવે ઉપરથી એક બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય બાઇક બુકણા રામજીના ખેતરમાં આવેલ જગ્યાએ રાખેલા હોવાનું જણાવતાં પોલીસે ચારેય બાઇકનો કબજો મેળવી રૂ. ૧, ૬૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી વાવા પોલીસ સ્ટેશને ગુનો નોંધી રિમાન્ડ સહિતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: