Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

મહત્વકાંક્ષી લાઇટ હાઉસ પ્રોજેક્ટની જાણી અજાણી વાતો

PM Modi  નવા વર્ષના પ્રથમ દિવસે 6  રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.  જેમાં પીએમ  મોદી  1 જાન્યુઆરીએ ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને તામિલનાડુમાં લાઈટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્રીય શહેરી મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે. જે હેઠળ લોકોને આવાસ આપવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ હાઉસિંગ ફોર ઓલનું  લક્ષ્ય બનાવ્યું છે. દેશના દરેક નાગરિકને પાકા  મકાનો પૂરા પાડવા કેન્દ્ર સરકારનો  એજન્ડા  છે.  હાઉસિંગ ફોર ઓલ મિશન અંતર્ગત કેન્દ્ર સરકારની  સહાયથી  લોકો માટે ઘરો બનાવવામાં આવી રહ્યા છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ પણ તેનો એક ભાગ છે. જીએચટીસી-ભારત હેઠળ ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુમાં પાકા  મકાનો બનાવવામાં આવશે.

જ્યાં સુધી ત્રિપુરાની વાત છે, પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન  હેઠળ  તેને ઉત્તર પૂર્વ અને પહાડી  રાજ્યોમાં ‘શ્રેષ્ઠ પ્રદર્શન  કરનારા રાજ્ય  તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

ભૂકંપ સામે ટકી રહે તેવા મકાનો બનશે

જે રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ થનાર છે તે સ્થળે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટમાં, ખાસ તકનીકોનો ઉપયોગ કરીને સસ્તા મકાનો બનાવવામાં આવી રહ્યા છે.  આ પ્રોજેક્ટમાં બીમ-કોલમ અને પેનલ ફેક્ટરીમાંથી તૈયાર કરવામાં આવે છે અને તેને સ્થળ પર લાવવામાં આવે છે.  જેના લીધે બાંધકામનો સમયગાળો અને ખર્ચ ઘટે  છે. ઘરના નિર્માણમાં પણ ઓછો સમય લાગે છે. કામ ઝડપી થાય છે  તેથી પ્રોજેક્ટની કિંમત પણ ઓછી થશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત જે ઘરો બનાવવામાં આવશે તે સંપૂર્ણ રીતે ભૂકંપ પ્રતિરોધક હશે. ભારતમાં પહેલીવાર આવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આ પ્રોજેક્ટની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. તેમાં જે પણ મકાનો બનાવવામાં આવશે, તે આઠ અલગ અલગ  આકારના હશે. આ  પ્રોજેક્ટમાં જાપાની કંપની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘર માટે અલગ અલગ  ટાવર બનાવવામાં આવશે અને આ પ્રોજેક્ટને  લગભગ એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

પ્રતિરોધક મકાનો ની  શું છે વિશેષતા ?

આ પ્રોજેક્ટની વિશેષ બાબત એ છે કે જ્યાં બાંધકામ થવાનું છે ત્યાં ઘરના બીમ, કોલમ અને પેનલ વગેરે એકસાથે મૂકવામાં આવે  છે. તેને  બીજે  બનાવવામા  આવ્યા  છે પરંતુ જ્યાં મકાન બનાવવાનું છે ત્યાં તે બેસાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે, અન્ય ઘરોમાં બાંધકામ પછી  બાંધકામને  પાણી પીવડાવવું પડે છે.

પરંતુ આ પ્રોજેક્ટમાં કરવામાં આવેલા બાંધકામમાં પાણીની જરૂર નથી. આનાથી પાણીની બચત થાય છે. આ પ્રોજેક્ટ પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ સારો માનવામાં આવે છે. આ ઘરોનું વજન થોડું ઓછું છે. ઓછા વજનના બાંધકામને લીધે, ટાવર પર વધારે દબાણ નથી આવતું.  આ તકનીકમાં ભૂકંપ પ્રતિરોધક ઘરો બનાવવામાં આવી રહ્યા છે.જેના લીધે ભૂકંપ જેવી ઘટનાઓમા આ ઘર સંપૂર્ણ રીતે સુરક્ષા પ્રદાન કરશે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: