સમગ્ર ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓ પર જી.એસ.ટી. લગાવી દેવામાં આવી છે.જેને લઇને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કમર તૂટી ગઇ છે. ગેસના બાટલા રૂ એક હજાર પર પહોંચી ગયો છે.સરકાર દ્વારા દૂધ, દહી, છાશ, અનાજ અને કઠોળ પર જી.એસ.ટી. લગાવી દેવાતાં વિરોધ પક્ષ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.ત્યારે શુક્રવારે ડીસાના સાંઇબાબા સર્કલ નજીક બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના મુદ્દે ધરણાં યોજી ભારે વિરોધ પ્રદર્શન કરાયું હતું.જ્યારે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનની ડીસા વહીવટી તંત્ર દ્વારા મંજૂરી ન અપાતાં ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ધરણાં પર બેઠેલા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસનાઆગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરાઇ હતી.
ડીસા માં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ધારણા યોજી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ અટકાયત કરી
Related News Stories
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
સંસદમાં બજેટ 2026-27 પર તીખી ટકરાવ: AI, રોજગાર અને વિકાસ મોડેલ મુદ્દે ઘમાસાણ
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2026-27 અંગે સંસદમાં ફરી...
